🧼 સ્વચ્છતાની આદત, સ્વસ્થતાની શરૂઆત!
સાબુથી હાથ ધોવા, નિયમિત સ્નાન કરવા અને નખ સ્વચ્છ રાખવા જેવી આદતો અપનાવીએ.
સ્વચ્છતા જાળવીએ, ચેપજન્ય બીમારીઓથી બચીએ!
#PersonalHygiene #HealthyLiving #ICDSGujarat
1
89
🧼 સ્વચ્છતાની આદત, સ્વસ્થતાની શરૂઆત!
સાબુથી હાથ ધોવા, નિયમિત સ્નાન કરવા અને નખ સ્વચ્છ રાખવા જેવી આદતો અપનાવીએ.
સ્વચ્છતા જાળવીએ, ચેપજન્ય બીમારીઓથી બચીએ!
#PersonalHygiene #HealthyLiving #ICDSGujarat
માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદના પિપરગોટા ગામના નંદઘર-આંગણવાડી કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી.
ભૂલકાંઓ સાથે આત્મીય સંવાદ, પોષણ સેવાઓનું નિરીક્ષણ અને કાર્યકર બહેનો સાથે બાળવિકાસ અંગે ચર્ચા કરી.
📸 મુલાકાતની ઝલક.
#ICDSGujarat #WCDGujarat
સુપોષિત કિશોરી, સશક્ત આવતીકાલ!
કિશોરીઓના પોષણ, સ્વાસ્થ્ય અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા ICDS અંતર્ગત પૂર્ણાશક્તિ યોજના દ્વારા પોષક ટેક હોમ રેશનનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે.
પોષણથી સશક્તિકરણ, સ્વસ્થ ભવિષ્યનું નિર્માણ!
#Purnashakti #ICDSGujarat #WCDGujarat #Anganwadi
🏗️ બાળમૈત્રીપૂર્ણ આંગણવાડી, સુરક્ષિત બાળપણની પહેલ!
તા. ૧૮ નવેમ્બરે સુરત ઝોન માટે ગાંધીનગરમાં ઓરિએન્ટેશન યોજાયું. UNICEF અને IITની ટીમે બાંધકામની ગુણવત્તા, ડિઝાઇન અને સલામતી અંગે માર્ગદર્શન આપ્યું. કમિશનરશ્રી રણજિતકુમાર સિંહ (IAS) ઉપસ્થિત રહ્યા હતા.
#ICDSGujarat
🏗️ બાળમૈત્રીપૂર્ણ આંગણવાડીના નિર્માણ તરફ મક્કમ પગલાં!
તા. ૧૮ નવેમ્બરે ગાંધીનગર ખાતે સુરત ઝોનના અધિકારીઓ માટે ઓરિએન્ટેશન યોજાયું હતું. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનરશ્રીરણજિતકુમાર સિંહ (IAS) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
#ICDSGujarat #ChildFriendlyAnganwadi #WCDGujarat
રણની ખારી ધરતી પર પોષણ અને હૂંફની મીઠાશ!
તા. ૧૭ નવેમ્બરે પાટડી ઘટકના ખારા ગોઢા રણ વિસ્તારમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે અગરિયા પરિવારોની મુલાકાત લઈ બાળકોના પોષણ સ્તરનું નિરીક્ષણ કર્યું અને ICDS સેવાઓ, THR તથા સગર્ભા માતાઓને આરોગ્ય-પોષણ અંગે માર્ગદર્શન આપ્યું.
#ICDS
ગાંધીનગરના દહેગામ તાલુકાના નાંદોલ-૧ આંગણવાડી કેન્દ્રમાં બાળકો માટે વિવિધ રમતો અને પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેના દ્વારા શારીરિક, માનસિક, સામાજિક વિકાસ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળ્યું.
#ICDSGujarat #WCDGujarat #Anganwadi #ChildDevelopment #HolisticDevelopment
દૂધ સંજીવની યોજના
બાળકો (૬ મહિના–૬ વર્ષ)ને અઠવાડિયામાં ૫ દિવસ ૧૦૦ મિ.લી. અને સગર્ભા-ધાત્રી માતાઓને ૨ દિવસ ૨૦૦ મિ.લી. દૂધ આપવામાં આવે છે.
#ICDSGujarat #WCDGujarat #DudhSanjeevani #MaternalNutrition #ChildNutrition
સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક!
માતૃશક્તિ યોજના અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને પોષક ટેક હોમ રેશનનું નિઃશુલ્ક વિતરણ કરી માતા અને બાળકના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવામાં આવે છે.
#Matrushakti #ICDSGujarat #WCDGujarat #Anganwadi
🏗️ બાળમૈત્રીપૂર્ણ આંગણવાડી, સુરક્ષિત બાળપણની મજબૂત શરૂઆત!
ગુજરાતમાં બાળકોને સુરક્ષિત, સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત આંગણવાડી કેન્દ્રો ઉપલબ્ધ કરાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ!
#ICDSGujarat #ChildFriendlyAnganwadi #WCDGujarat #UNICEF #Gujarat
બાળકના સ્વસ્થ વિકાસ માટે પોષણની યોગ્ય શરૂઆત જરૂરી છે! 🌱
અન્નપ્રાશન અને બાળ દિવસ નિમિત્તે દર મહિનાના ત્રીજા મંગળવારે આંગણવાડી કેન્દ્રોમાં ૬ મહિના પૂર્ણ કરનાર બાળકોને પૂરક આહારની શરૂઆત તથા ધાવણ ચાલુ રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવે છે.
#Annaprashan #BalDiwas #ICDSGujarat
🏗️ બાળમૈત્રીપૂર્ણ આંગણવાડી તરફ મક્કમ પગલાં!
૧૭ નવેમ્બરે રાજકોટ ઝોન માટે ગાંધીનગરમાં ઓરિએન્ટેશન યોજાયું. સેક્ટર-૪ની આંગણવાડીની મુલાકાત બાદ ડૉ. આંબેડકર હોલમાં UNICEF અને IIT ટીમે બાંધકામની ગુણવત્તા તથા સલામતી અંગે માર્ગદર્શન આપ્યું.
#ICDSGujarat #ChildFriendlyAnganwadi #WCDGujarat
Child Friendly Anganwadiના નિર્માણ તરફ ગુજરાતનું મક્કમ પગલું! ગાંધીનગર ખાતે વડોદરા ઝોનના અધિકારીઓ માટે IIT ગાંધીનગર અને UNICEF દ્વારા બાંધકામની ગુણવત્તા અને સલામતી અંગે ઓરિએન્ટેશન યોજાયું. સેક્ટર-૪ના નંદઘરની મુલાકાત યોજાઈ. માનનીય સચિવશ્રી રાકેશ શંકર ઉપસ્થિત રહ્યા.
#ICDSGujarat
🏗️ સુરક્ષિત બાળપણ તરફ ગુજરાતની પહેલ!
વડોદરા ઝોન માટે ગાંધીનગરના ડૉ. આંબેડકર હોલમાં UNICEF અને IIT દ્વારા આંગણવાડી બાંધકામ અંગે માર્ગદર્શન અપાયું. સેક્ટર-૪ ની આંગણવાડીની મુલાકાત યોજાઈ.
માનનીય સચિવશ્રી રાકેશ શંકર ઉપસ્થિત રહ્યા.
#ICDSGujarat #WCDGujarat








































