CMO Gujarat (@CMOGuj) header
CMO Gujarat (@CMOGuj) profile picture

Official account of the Chief Minister's Office, Government of Gujarat

Gandhinagar, India
Joined August 2016
Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાહોદ જિલ્લાની તેમની ત્રણ દિવસીય મુલાકાતના બીજા દિવસે મોડી સાંજે ગરબાડા તાલુકાના ભામા તળાઈ ફળિયાના નિવાસી શ્રી જસવંતસિંહ રાઠોડના ઘરે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ પરિવારજનો સાથે સંવાદ કર્યો હતો તેમજ આદિવાસી વિસ્તારના પરંપરાગત ભોજનનો સ્વાદ માણ્યો હતો. #CMatDahod
2
3
17
2,274
મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત સૌ ગ્રામજનો સાથે આત્મીયતા સાથે સંવાદ કર્યો હતો, જ્યાં રાઠોડ પરિવારની નાનકડી દીકરી પહલ રાઠોડે મુખ્યમંત્રીશ્રીનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ સાથે આદિવાસી ભજન-કીર્તનનો લ્હાવો પણ લીધો હતો. #CMatDahod
1
177
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે 'જન સુનાવણી' કાર્યક્રમ અંતર્ગત નાગરિકો સાથે રૂબરૂ સંવાદ કરી તેમના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો સાંભળી હતી. મુખ્યમંત્રીશ્રીએ નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના સમયમર્યાદામાં અને સત્વરે નિરાકરણ માટે તંત્રવાહકોને જરૂરી સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્યના અંતરિયાળ આદિજાતિ વિસ્તારો સુધી મુળભૂત જરૂરિયાતો સાથે કલ્યાણ યોજનાઓ અને વિકાસ કામોના લાભો સુપેરે પહોંચ્યાં છે અને આદિજાતિ વિસ્તારોમાં આ યોજનાકીય લાભો પહોંચવાથી શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ વગેરે ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યુ છે તેમજ અંતરિયાળ વિસ્તારોના છેવાડાના લોકો વિકાસની મુખ્યધારામાં આવ્યા છે. #CMatDahod
1
2
14
2,357
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લામાં રતનમહાલ ખાતે જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓ-પદાધિકારીઓ સાથે વિકાસ કાર્યોની પ્રગતિ અને આયોજનો બાબતે સમીક્ષા બેઠક યોજીને મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. #CMatDahod
6
22
2,785
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ સમુદાયના ઉત્કર્ષની સાથોસાથ આદિવાસી પરંપરાઓ અને સંસ્કૃતિને ઉજાગર કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
8
2
16
3,049
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના ત્રણ દિવસીય પ્રવાસના બીજા દિવસે ધાનપુર તાલુકાના પિપરગોટા ગામ સ્થિત નંદઘર-આંગણવાડી કેન્દ્રની ઓચિંતી મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓ અને બાળકોને આપવામાં આવતી પોષણલક્ષી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત દરમિયાન ભૂલકાંઓ સાથે આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીશ્રીનો બાળકો પ્રત્યેનો આ સ્નેહભાવ અને સાહજિક અભિગમ ઉપસ્થિત સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. હોદ્દાની ઔપચારિકતા બાજુએ રાખીને બાળકો સાથે એક વડીલ (દાદા)ની જેમ પ્રેમપૂર્વક વાતો કરીને તેમણે પોતાની સરળતા અને સંવેદનશીલતાનો પરિચય કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આંગણવાડી કાર્યકરો સાથે પણ સંવાદ કરીને આંગણવાડી કેન્દ્રમાં બાળકોને આપવામાં આવતી સેવાઓ, પોષણની વ્યવસ્થા, બાળકોની હાજરી તેમજ તેમની શૈક્ષણિક વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી તેમજ બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક નાસ્તાની ગુણવત્તા, પોષણયુક્ત આહારની વ્યવસ્થા તેમજ બાળકોના આરોગ્ય અને પોષણ અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી. #CMatDahod
3
26
69
3,833
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રતનમહાલ પ્રોજેક્ટની મૂલાકાત લઈને ગરબાડા જવાના રૂટમાં આવતા પીપર ગોટા ગામે ઓચિંતી જ કાર થોભાવી દીધી હતી અને આ નાનકડા ગામમાં આદિજાતિ ખેડૂત બકુલભાઈ વાખળાના ઘરે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ બકુલભાઈ અને પરિવાર સાથે મકાઈની ખેતી તથા આજીવિકા અંગે વાતચીત કરીને વિગતો મેળવી હતી તેમજ પરિવારના બાળક સાથે પણ વડિલ વાત્સલ્ય ભાવથી તેના અભ્યાસ અને શાળા વિષે વાતચીત કરી હતી. પીપર ગોટા જેવા નાનકડા ગામના આદિવાસી કસબામાં મુખ્યમંત્રીશ્રીના આગમન અને તેમની સાવ સાહજિક અને સરળ શૈલીથી આદિવાસી પરિવારોએ આપણા ભૂપેન્દ્ર દાદા આપણા ઘરે હાલ ચાલ પુછવા આવ્યા તેવી અદમ્ય લાગણી અનુભવી હતી. #CMatDahod
8
35
3,048
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રતનમહાલ અભયારણ્ય ખાતે મધ્યપ્રદેશની સરહદ પર આવેલા સન પોઇન્ટની મુલાકાત લઈને કુદરતી સૌંદર્યનો નજારો માણ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ઇકો-ટુરિઝમની અપાર સંભાવનાઓ ધરાવતા આ સ્થળે સ્થાનિક વિકાસ કાર્યોના આયોજનની સમીક્ષા કરી હતી. #CMatDahod
1
17
65
3,436
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાની ત્રિદિવસીય મુલાકાતના બીજા દિવસે ધાનપુર તાલુકાના રતનમહાલના ગાઢ જંગલની વચ્ચે આવેલા ભુવેરો ગામના પ્રાચીન બાબાદેવના સ્થાનકે પહોંચીને શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા. આદિવાસી સમાજની ધાર્મિક આસ્થા, પરંપરા અને સંસ્કૃતિના પ્રતીક સમાન આ સ્થાનકે મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનો સાથે જમીન પર સાદગીપૂર્વક બેસીને સંવાદ કર્યો હતો તેમજ ગ્રામજનોની વાતો અને સ્થાનિક પ્રશ્નો સાંભળ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ સાથે સખી મંડળની બહેનો દ્વારા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો, ખજૂરીના પાનમાંથી બનાવેલ છાબડી, હર્બલ સાબુ, તીર કમાન જેવી બનાવટો પ્રદર્શિત કરતા સ્ટોલની મુલાકાત લીધી હતી. #CMatDahod
7
39
3,134
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની સહજ અને સરળ જનનેતા તરીકેની આગવી સંવેદનશીલતા દર્શાવીને ગરબાડા તાલુકાના ભિંડોલ ગામમાં રાત્રિ રોકાણ દરમિયાન ગ્રામજનો સાથે ખાટલા બેઠક કરીને ગ્રામીણ નાગરિકોની રજૂઆતો સાંભળી હતી તેમજ સહજ સંવાદ સાધીને ગ્રામીણ જનજીવનની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આદિવાસી ભજન મંડળીના ભજન-કીર્તન શ્રવણનો પણ લહાવો લીધો હતો. #CMatDahod
4
24
74
4,050
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિજાતિ વિસ્તાર ગરબાડાના પોતાના ત્રીદિવસીય પ્રવાસની પ્રથમ રાત્રીએ ધાનપુરના ભિંડોલ ગામના આદિજાતિ તડવી પરિવારના ઘરે જમીન પર બેસી પરિવારજનો સાથે પડિયા-પતરાળીમાં પરંપરાગત આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો હતો. #CMatDahod
5
42
1
101
4,189
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગરબાડા તાલુકાના 72 કલાકના પ્રવાસ દરમિયાન પ્રથમ દિવસે સરાબલી (ગાંગરડી) ગામ ખાતે એક અદના આદિજાતિ પરિવારના ઘરે નીચે બેસીને પરંપરાગત આદિવાસી ભોજન લઈને પોતાની આગવી સાહજિકતાનો વધુ એક પરિચય આપ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ પરિવારના વડિલો અને બહેનો સાથે વાતચિત કરીને પારિવારિક સ્થિતી જાણી હતી તેમજ બાળકોના અભ્યાસ, પરિવારની આજિવિકા અંગે પૃચ્છા કરી હતી. #CMatDahod
2
28
71
4,848
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના આદિજાતિ વિસ્તાર ગરબાડા તાલુકાના ત્રિદિવસીય પ્રવાસનો પ્રારંભ ‘ધરતી આબા’ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલીથી કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીનું પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ તેમને આવકારવા ઉત્સાહભેર એકત્ર થયેલ ગ્રામજનો તેમજ આદિવાસી કલાકારો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. #CMatDahod
1
32
52
3,359
A proud milestone for Gujarat and India..! Inspired by the visionary leadership of Hon’ble PM Shri @narendramodi and guided by Hon’ble CM Shri @Bhupendrapbjp, GIFT City has been recognised by the United Nations Office for Disaster Risk Reduction (UNDRR) as India’s first Making Cities Resilient 2030. With advanced early-warning systems, robust disaster preparedness and climate-smart infrastructure, Gujarat’s global financial hub now leads the way in building safe, resilient cities for the future. #MCR2030
We are pleased to welcome @GIFTCity_ as the newest #MCR2030 Resilience Hub in Asia & the Pacific - and the first #ResilienceHub in India 🇮🇳. Congratulation! #UrbanResilience 👉🏾 mcr2030.undrr.org/
1
25
35
3,416
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઊર્જા આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
2
24
38
3,421
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે પંચમહાલ જિલ્લાના નુરપુરા ખાતે TMC ટ્રાન્સફોર્મર્સ ઈન્ડિયા લિમિટેડના નવા 78,000 MVA ઉત્પાદન ક્ષમતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. TMC કંપની દ્વારા આ પ્રસંગે સામાજિક ઉત્તરદાયિત્વ (CSR)ના ભાગરૂપે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ માટે ₹25 લાખની રકમનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો.
4
40
94
5,669
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે ત્યારે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં TMC કંપનીનો આ પ્રોજેક્ટ એક સીમાચિહ્ન સાબિત થશે. ટ્રાન્સફોર્મર્સને વીજ વિતરણ અને વિકાસની અસલી કરોડરજ્જુ ગણાવતાં તેમણે આજના અવસરને મેન્યુફેક્ચરિંગ અને એનર્જી સેક્ટરને બુસ્ટ આપતો અવસર ગણાવ્યો હતો. TMC કંપનીને આ નવા સાહસ બદલ અભિનંદન પાઠવવાની સાથોસાથ મુખ્યમંત્રીશ્રીએ આ નવો પ્લાન્ટ સ્થાનિક સ્તરે રોજગારીની વિશાળ તકો ઊભી કરશે તેમજ ગુજરાતના વિકાસમાં, ભારતની ઊર્જા સુરક્ષામાં અને વૈશ્વિક ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી અપેક્ષા દર્શાવી હતી.
1
13
14
542
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિરાસત અને વિકાસના સંગમ થકી વૈશ્વિક સ્તરની સિદ્ધિ અને સન્માન પ્રાપ્ત કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
6
38
1
58
3,844
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે TMC ટ્રાન્સફોર્મર્સ ઈન્ડિયા લિમિટેડના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન. સ્થળ : નૂરપુરા, તા.હાલોલ, જિ.પંચમહાલ teapawt.org/i/broadcasts/2aWQLKerX…
3
25
1
32
5,544
શાબાશ ગુજરાત..! ‘અનંત અનાદિ વડનગર’ બન્યું ગુજરાતના વૈશ્વિક ગૌરવનું પ્રતીક..! ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પુરાતત્વીય સ્થાપત્યોની અદભુત વિરાસત ધરાવતા વડનગર સ્થિત ‘અનંત અનાદિ વડનગર’ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમને જર્મનીના બર્લિન ખાતે પ્રાપ્ત થયો પ્રતિષ્ઠિત ‘રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026’. વડનગરનું સંગ્રહાલય આ સર્વોચ્ચ સન્માન મેળવનાર ભારતનું પ્રથમ તેમજ સ્મૃતિવન બાદ આ સિદ્ધિ મેળવનાર ગુજરાતનું બીજું મ્યુઝિયમ બનેલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ વિઝનને સાકાર કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પુરાતત્વીય વિરાસત સાથે વિકાસની વૈશ્વિક ડગર કંડારતું ગુજરાત આજે મોસ્ટ પ્રિફર્ડ આર્કિયોલોજિકલ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિશ્વ સમક્ષ નવી ઓળખ પ્રાપ્ત કરી રહ્યું છે. #શાબાશ_ગુજરાત #VadnagarWinsRedDot
5
48
3
143
11,091