Info DevbhumiDwarka GOG retweeted
ગઈકાલની ક્વિઝનો સાચો જવાબ...
#GujaratiLiterature
Info DevbhumiDwarka GOG retweeted
3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27’; બેડમિન્ટનની વ્યક્તિગત સ્પર્ધાઓમાં મેન્સ સિંગલ્સ, વિમેન્સ સિંગલ્સ, મેન્સ ડબલ્સ, વિમેન્સ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સની વિવિધ વય કેટેગરીમાં દેશભરના પોલીસ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો...
અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તા. 19 થી 24 નવેમ્બર, દરમિયાન ‘3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27’ યોજાઈ રહી છે...
#ThirdAllIndiaPoliceBadmintonCluster2026 #VeerSavarkarSportsComplex @GujaratPolice
Info DevbhumiDwarka GOG retweeted
વડનગરના ઐતિહાસિક વારસાથી પ્રભાવિત થયા પ્રખ્યાત ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ...
પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરી આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમની મુલાકાત લીધી; સાથે જ તેમણે વડનગરના પ્રાચીન સ્થાપત્યો અને ભવ્ય ઇતિહાસને નજીકથી નિહાળ્યો...
વડનગરના આ ભવ્ય સાંસ્કૃતિક વારસા અને પુરાતત્વીય મહત્વની જાણકારી મેળવી દિલજીત દોસાંઝે ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો...
#DiljitDosanjh #Vadnagar @diljitdosanjh @infomahesanagog
Info DevbhumiDwarka GOG retweeted
આજનો શબ્દ
#wordoftheday #GujaratiWord
Info DevbhumiDwarka GOG retweeted
જાડા ધાનની ખેતીમાં થયેલો વધારો દર્શાવે છે કે કેવી રીતે આપણા યુવાનો પરંપરાગત પાકોને નવી તકો સાથે જોડી રહ્યા છે, અને કેવી રીતે આપણાં ગામડાંઓ પોતાની વિરાસતને જાળવી રાખીને સમૃદ્ધિના માર્ગે આગળ વધી રહ્યા છે.
-માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી
#MotivationalMonday #MahitiMorning #MannKiBaat
Info DevbhumiDwarka GOG retweeted
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ શહેરી વિકાસને વેગ આપતો વધુ એક મહત્ત્વનો નિર્ણય...
➡️ ગુજરાતની નવરચિત 9 મહાનગરપાલિકાઓને વિનામૂલ્યે ફાળવાશે સરકારી જમીન; રાજ્ય સરકારે નિયમોમાં 5 વર્ષ માટે ખાસ છૂટછાટ આપી
➡️ રાજ્યની નવરચિત 9 મહાનગરપાલિકાઓમાં નાગરિક સુવિધાઓના માળખાકીય વિકાસને વેગ આપવા અને જમીન મેળવવા માટે ઊભા થતાં આર્થિક ભારણને ઘટાડવા મહત્ત્વનો નિર્ણય; જે અંતર્ગત મહાનગરપાલિકાઓને જરૂરી નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે પ્રવર્તમાન જમીન ફાળવણીના નિયમોમાં પાંચ વર્ષ માટે ખાસ છૂટછાટ આપવામાં આવી છે
➡️ નવરચિત મહાનગરપાલિકાઓના વિસ્તારોમાં વિવિધ જાહેર સુવિધાઓ ઊભી કરવા માટે 11 પ્રકારની સુવિધાઓ માટે જમીન ફાળવણીની જોગવાઈ; આ સુવિધાઓ શહેરના વહીવટી માળખાને મજબૂત બનાવવા, પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થાનું વિસ્તરણ કરવા, સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન સુધારવા, અગ્નિશમન સેવા સુદૃઢ બનાવવા તથા સામાજિક અને સામુદાયિક સુવિધાઓ ઊભી કરવા માટે મહત્ત્વપૂર્ણ
➡️ ફાળવવામાં આવેલી જમીનનો ઉપયોગ નિર્ધારિત જાહેર હેતુ માટે જ કરવાનો રહેશે
#GujaratInformation @CMOGuj
Info DevbhumiDwarka GOG retweeted
રાજ્યના વિવિધ સફારી પાર્કમાં એશિયાઈ સિંહ દર્શન માટે 80 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા: વન વિભાગને રૂપિયા 1.59 કરોડથી વધુની આવક
🔹 દિવાળી વેકેશનમાં એશિયાઈ સિંહ દર્શનનો દબદબો: ગીર, દેવળીયા, આંબરડી, બરડા, ગિરનાર નેચર સફારીમાં વધતી પ્રવાસીઓની સંખ્યાની સાથે સ્થાનિક રોજગારીમાં પણ નોંધપાત્ર વધારો થયો
🔹 વન વિભાગ દ્વારા પ્રાપ્ત આંકડાકીય વિગતો મુજબ દિવાળી પર્વમાં એટલે કે તા. 9થી 15 નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના વિવિધ સફારી પાર્કમાં એશિયાઈ સિંહ દર્શન માટે અંદાજે કુલ 80 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા જેના પરિણામે ગુજરાત વન વિભાગને રૂપિયા 1.59 કરોડથી વધુની માતબર આવકની સાથે સાથે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થયો છે
🔹 પ્રવાસીઓની વધતી જતી અવરજવરને પરિણામે વન વિભાગની સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જીપ્સી ડ્રાઈવર્સ, નેચર ગાઈડ્સ, હોટલ-રિસોર્ટ ઉદ્યોગ, હોમ-સ્ટે, સ્થાનિક હસ્તકલાના કારીગરો તેમજ ખાણીપીણી અને પરિવહન વ્યવસાય સાથે સંકળાયેલા હજારો સ્થાનિક પરિવારોની આજીવિકા અને આવકમાં સીધો વધારો થયો છે
#GujaratInformation #Asiaticlion
Info DevbhumiDwarka GOG retweeted
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની જનસેવા અને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રની કામગીરીને બિરદાવી; રાજ્યપાલશ્રીએ માન. વડાપ્રધાનશ્રી પ્રત્યે હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો...
માન. વડાપ્રધાનશ્રીનું પ્રેરણાદાયી માર્ગદર્શન જનકલ્યાણ, સામાજિક સમરસતા અને પ્રાકૃતિક ખેતીના અભિયાનને વધુ વેગ આપવા માટે નવી ઊર્જા પૂરી પાડે છે: રાજ્યપાલશ્રી
રાજ્યપાલશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે માન. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ, સામાજિક સમરસતા અને સ્વચ્છતાનું આ જનઆંદોલન વધુ વ્યાપક બનીને વિકસિત ભારત @ 2047ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
#Naturefarming #GujaratInformation @PMOIndia @ADevvrat
Info DevbhumiDwarka GOG retweeted
વડતાલ સ્વામિનારાયણ મંદિરના કાર્તિકી સમૈયામાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન આયોજિત કાર્તિકી સમૈયામાં સહભાગી થઈને અક્ષર નિવાસી પૂજ્ય શ્રી શ્યામ વલ્લભદાસજી સ્વામી સ્મૃતિદ્વાર અને શ્રી હરિકૃષ્ણ મહારાજ કુમાર શાળાના નવનિર્મિત ભવનના ઈ- લોકાર્પણ કર્યા; ધોલેરા ધામ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયેલા આ ઉત્સવમાં આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા સંતવર્યો અને વિશાળ સંખ્યામાં ભક્તો જોડાયા...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આસ્થા અને ભક્તિના આ ઉત્સવ સાથે શાળા અને પ્રવેશદ્વાર લોકાર્પણને શિક્ષણ અને વિકાસના સમન્વયથી માન. વડાપ્રધાનશ્રીએ આપેલા 'વિકાસ ભી, વિરાસત ભી'ને સાકાર કરતો ઉત્સવ ગણાવ્યો...
વડતાલ સંપ્રદાયે ધર્મ અને સમાજ સેવાને એકબીજાના પૂરક બનાવ્યા છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ સંસ્થાન દ્વારા બે હજારથી વધારે આંગણવાડી અને બાલમંદિરમાં પૌષ્ટિક આહાર, ગરીબ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ અને હોસ્ટેલ સુવિધા તથા નિ:શુલ્ક સારવાર આપતી હોસ્પિટલની સેવાની સરાહના કરી...
#ShreeSwaminarayanMandir #Vadtal #GujaratInformation
Info DevbhumiDwarka GOG retweeted
પરંપરાગત ભરતકામમાંથી આત્મનિર્ભરતાની કેડી કંડારતી કચ્છની આહીર મહિલાઓ...
કચ્છની ધરતીની પરંપરાગત હસ્તકળાઓમાં આહીર ભરતકામનું વિશેષ સ્થાન છે; પેઢી દર પેઢી મહિલાઓ દ્વારા જતન પામતી આ ભરતકામની કળા આજે માત્ર પરંપરાનું પ્રતીક જ નહીં, પરંતુ ગ્રામ્ય મહિલાઓ માટે આર્થિક સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનું સશક્ત માધ્યમ પણ બની છે…
ભુજ તાલુકાના અટલનગર ગામનાં રાધાબેન આહીર આ કળાને જીવંત રાખવાની સાથે અન્ય મહિલાઓને પણ રોજગારીની તક પૂરી પાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યાં છે...
#Thekutchihandembroidery #Kutchembroidery @infokutchgog
Info DevbhumiDwarka GOG retweeted
આજનો શબ્દ
#wordoftheday #GujaratiWord
Info DevbhumiDwarka GOG retweeted
LIVE: હિંમતનગર ખાતે શ્રી અર્બુદા માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિતિ.
LIVE: હિંમતનગર ખાતે શ્રી અર્બુદા માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિતિ. teapawt.org/i/broadcasts/2mdVBPKEX…
Info DevbhumiDwarka GOG retweeted
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે પૂજ્ય માતા અમૃતાનંદમયી (અમ્મા)ની પાવન ઉપસ્થિતિમાં આયોજિત સત્સંગ કાર્યક્રમમાં ભાવપૂર્વક સહભાગી થયા...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અંત્યોદયનું વિઝન અને અમ્માજીની માનવસેવાની ભાવના બન્નેનું લક્ષ્ય ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે : મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે ગુજરાતમાં અમ્માજી દ્વારા શરૂ કરવામાં આવેલી વિધવા સહાય યોજનાની લાભાર્થી બહેનોને સાડી અને પેન્શન આપવામાં આવ્યાં...
મુખ્યમંત્રીશ્રીએ અમ્માજીના આશીર્વાદથી શરૂ થયેલી વિવિધ સેવા પ્રવૃત્તિઓ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં પ્રેરણારૂપ બની રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો...
Info DevbhumiDwarka GOG retweeted
આજનો શબ્દ
#wordoftheday #GujaratiWord
Info DevbhumiDwarka GOG retweeted
સોરઠની સમૃદ્ધ સંસ્કૃતિ, અતૂટ શ્રદ્ધા અને અલૌકિક પરંપરાનું જીવંત પ્રતીક એટલે ગિરનારની લીલી પરિક્રમા...
#SereneSunday #MahitiMorning #Gir
Info DevbhumiDwarka GOG retweeted
દાહોદના ગરબાડાના ઐતિહાસિક રામનાથ તળાવનો થશે કાયાકલ્પ; મુખ્યમંત્રીશ્રીની સૂચનાના 8 કલાકમાં જ સફાઈ કામગીરી શરૂ...
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાની ત્રિદિવસીય મુલાકાતના અંતિમ દિવસે ગરબાડા ખાતે આવેલા ઐતિહાસિક રામનાથ તળાવની મુલાકાત લઈ તેના સર્વાંગી વિકાસ અને સૌંદર્યીકરણ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી...
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એક્વાટિક વીડ હાર્વેસ્ટર મશીનથી તળાવની સફાઈનો પ્રારંભ; પ્રથમ તબક્કામાં તળાવની ફરતે જામી ગયેલા જળચર વનસ્પતિ અને કચરાની સફાઈ હાથ ધરાઈ...
મુખ્યમંત્રીશ્રીએ તળાવના વિકાસમાં પર્યાવરણની જાળવણી સાથે નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તેવું સુવ્યવસ્થિત આયોજન કરવા પણ સૂચના આપી...
#Dahod #Garbada
Info DevbhumiDwarka GOG retweeted
'સન્ડે ઓન સાયકલ'; ગાંધીનગરના દાંડી કુટિર ખાતેથી કેન્દ્રીય યુવા બાબતો, રમતગમત અને શ્રમ રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સન્ડે ઓન સાયકલના 99મા સંસ્કરણનો પ્રારંભ કરાવ્યો...
‘સંવિધાન દિવસ’ના ઉપલક્ષ્યમાં દેશભરમાં 26,000 સ્થળોએ ‘સન્ડે ઓન સાયકલિંગ’નું આયોજન, જે સંવિધાન દિવસને સાયકલિંગ દ્વારા સમર્પિત કરે છે...
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું કે, 'સન્ડે ઓન સાયકલ' પહેલ ધીમે-ધીમે આગળ વધી રહી છે અને દેશના યુવાનોને ફિટ રહેવાનો સંદેશ આપી રહી છે...
99 એડિશન સુધી સાતત્ય જાળવી રાખીને યુવાનોને ‘ફિટ ઈન્ડિયા’ અને ‘ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા’ની પ્રેરણા આપવા બદલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કેન્દ્રીય મંત્રીશ્રીનો માન્યો આભાર...
#Sundaysoncycle #fitness





































