
Official Twitter handle of District Information Office, Navsari. Government of Gujarat. #Teamnavsari
Navsari,Gujarat, India
Joined June 2017
- Tweets52K
- Following1.4K
- Followers2.9K
- Likes18.9K
🚧 NH-48 પર ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી
ચીખલી તાલુકાના સમરોલી ખાતે ચીખલી ચાર રસ્તાથી વલસાડ તરફ જતા નેશનલ હાઈવે-૪૮ પર ROWની નિયંત્રણ રેખાની મર્યાદામાં આવેલા નાના-મોટા કમર્શિયલ એકમો તથા હોટલો સહિત કુલ ૨૪ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા.
#Navsari #NH48 #Chikhli #RoadSafety
નેપાળ-તિબેટ સરહદે રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં અચાનક વિનાશક પૂર (Flash Flood) તથા ભૂસ્ખલનની ઘટના બની છે.નવસારી જિલ્લાના કોઈ પ્રવાસી/નાગરિક આ ઘટનામાં ફસાયેલા હોય અથવા મદદની જરૂરિયાત હોય તો તાત્કાલિક સંપર્ક કરો:
📞 ૧૦૭૭ (ટોલ-ફ્રી)
☎️ ૦૭૯-૦૨૬૩૭-૨૩૩૦૦૨
☎️ ૦૭૯-૦૨૬૩૭-૨૫૯૪૦૧
વાંસદા તાલુકાની જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની દ્વારા મુલાકાત લઈ વિવિધ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરાયું.♿વાંદરવેલા ખાતે ALIMCO એસેસમેન્ટ કેમ્પમાં કામગીરીનું નિરીક્ષણ ,🏘️ઝરી ગ્રામ પંચાયતમાં ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નોના સમયબદ્ધ નિરાકરણ માટે સૂચનાઓ અપાઈ.
નવસારીમાં પૂર બાદ કુદરતી જળપ્રવાહને અવરોધતા દબાણો સામે મેગા ડિમોલિશન ડ્રાઇવ 🚧
જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ નિરાલી હોસ્પિટલ સહિત કુદરતી કાંસ, ડ્રેનેજ ખાડી અને જળપ્રવાહના માર્ગો પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની કડક કામગીરી .
#Navsari #DemolitionDrive
Info Navsari GoG retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી આજે વહેલી પરોઢે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ - 2027 સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે જવા રવાના થયા હતા.
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત ડેલીગેશન અમેરિકા અને કેનેડાના વિવિધ ઉદ્યોગ રોકાણકારો, ઇમરજિંગ ટેકનોલોજી સેકટરના અગ્રણીઓ અને ગુજરાતી સમુદાયો સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તેમજ વન-ટૂ-વન બેઠકો યોજીને ગુજરાતની વૈશ્વિક વિકાસ ગાથાની પ્રસ્તુતિ કરશે તેમજ આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થવા માટેનું નિમંત્રણ પણ પાઠવશે.
નવસારી જિલ્લા કક્ષાનો ૮૦મો સ્વાતંત્ર્ય દિન સમારોહ વાંસદાના ગાંધી મેદાન ખાતે કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર યોજાયો
*
{દેશની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવી નવસારી જિલ્લાને વિકાસ અને સુશાસનના ક્ષેત્રે નવી ઊંચાઈએ લઈ જવા સૌ સંકલ્પબદ્ધ બનીએ}
#IndependenceDay
Info Navsari GoG retweeted
ગૌરવભેર ઉજવાયો ૮૦મો સ્વાતંત્ર્ય દિન વાંસદાના ગાંધી મેદાન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રભાવના અને દેશભક્તિના માહોલ વચ્ચે ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ગૌરવપૂર્ણ ઉજવણી યોજાઈ. #IndependenceDay
ગૌરવભેર ઉજવાયો ૮૦મો સ્વાતંત્ર્ય દિન વાંસદાના ગાંધી મેદાન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રભાવના અને દેશભક્તિના માહોલ વચ્ચે ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ગૌરવપૂર્ણ ઉજવણી યોજાઈ. #IndependenceDay
ગૌરવભેર ઉજવાયો ૮૦મો સ્વાતંત્ર્ય દિન
વાંસદાના ગાંધી મેદાન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રભાવના અને દેશભક્તિના માહોલ વચ્ચે ૮૦મા સ્વાતંત્ર્ય દિનની ગૌરવપૂર્ણ ઉજવણી યોજાઈ.
#IndependenceDay
🇮🇳 તિરંગા યાત્રા | જલાલપોર તાલુકો 🇮🇳
આજરોજ જલાલપોર તાલુકા કક્ષાની તિરંગા યાત્રા ઉત્સાહભેર યોજાઈ.
તિરંગા યાત્રા બાદ દાંડી બીચ સ્વચ્છતા અભિયાન યોજાયું, જેમાં બહોળી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની દાંડી બીચના ફ્રન્ટની સફાઈ કરી.
#HarGharTiranga – at Navsari, India
જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકા ના સંયુક્ત આયોજન હેઠળ તા. ૧૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આવો, સૌ સાથે મળી તિરંગાા યાત્રા ની ગૌરવભેર ઉજવણી કરીએ.
અબ્રામા ખાતે રૂ. ૧૩ કરોડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઈ-લોકાર્પણ તથા નવસારીમાં રૂ. ૯ કરોડના સિંથેટિક ટ્રેકનું ખાતમુહૂર્ત કરાયું
-+
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ 'શક્તિદૂત ૨.૦' અંતર્ગત ઈ-લોકાર્પણ કર્યું; જલાલપોર અને નવસારીના રમતવીરો માટે સુવિધાઓના નવતર દ્વાર ખુલ્યા
3
179
Info Navsari GoG retweeted
સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા નવસારી ગ્રામ્યમાં આસુંદર ખાતે સેવા સેતુ અને Government Scheme Saturation કાર્યક્રમ યોજાયો. તથા ૨૪ અને ૨૫ ઓગસ્ટે પિનસાડ અને અષ્ટગામ ખાતે ADIP તથા રાષ્ટ્રીય વયોશ્રી યોજનાના લાભાર્થીઓના આવકના દાખલા મેળવવા વિશેષ આયોજન કરાયું
Info Navsari GoG retweeted
જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી સરકારશ્રીની વિવિધ યોજનાઓના શિબિરોના આયોજન થકી અત્યાર સુધી ગંગા સ્વરૂપા(વિધવા સહાય)યોજનાના આશરે 300 અને રાષ્ટ્રીય વૃદ્ધ/નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાના 150 લાભાર્થીઓને મંજૂરી અપાઈ છે.
વિવિધ યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છીએ.
Info Navsari GoG retweeted
ગંગા સ્વરૂપા માતા-બહેનો અને વયસ્ક નાગરિકોને સ્વાવલંબન સાથે સ્વાભિમાન પૂરું પાડવાની સાથોસાથ છેવાડાના માનવીના સશક્તિકરણ અને કલ્યાણ માટે નવસારી જિલ્લા વહીવટી તંત્રની પ્રશંસનીય પહેલ.
વિશેષ શિબિરો તેમજ સેવાસેતુ જેવા કાર્યક્રમોના આયોજન થકી નાગરિકોને સરકારી સેવાઓ તેમજ યોજનાકીય લાભો સરળતાથી ઉપલબ્ધ કરાવવાની નેમ સંવેદનશીલ શાસનની ઉત્તમ પ્રતીતિ કરાવે છે.
Info Navsari GoG retweeted
જલાલપોર તાલુકાના દાંડી ખાતે સ્વચ્છતા અભિયાન હેઠળ અંદાજીત 850 સ્વયંસેવકો દ્વારા ચાલી રહેલ સ્વચ્છતાની કામગીરીની નિરીક્ષણ કર્યું તેમજ પ્રાર્થના મંદિર, સૈફીવિલા અને નેશનલ સોલ્ટ મેમોરિયલ અને દાંડી બીચની મુલાકાત લીધી.
@CMOGuj @InfoGujarat @DdoNavsari @InfoNavsariGoG
દાંડી દરિયા કિનારાની સ્વચ્છતા, પ્રવાસી સુવિધાઓ અને વિકાસલક્ષી કામગીરીનું જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની દ્વારા સ્થળ નિરીક્ષણ.
🧹 સ્વચ્છતા અભિયાન હેઠળ ૮૫૦ જેટલા સેવાકર્મીઓ જોડાયા ♻️ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરીની સમીક્ષા
#Navsari #Dandi #CleanDandi #Swachhata
Info Navsari GoG retweeted
પ્રાકૃતિક ખેતીને વેગ આપવા રાજ્યમાં બનશે 4 ‘સૅન્ટર ઑફ ઍક્સેલન્સ’; નવસારી, મોરબી, ભાવનગર, છોટા ઉદેપુરમાં રૂ. 20 કરોડના ખર્ચે કેન્દ્રો ઊભા કરાશે કે જ્યાં 100 ખેડૂતોને એક સાથે તાલીમની વ્યવસ્થા રહેશે...
➡️ પ્રથમ તબક્કામાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નાની ભમતી ગામ, મોરબી જિલ્લાના હળવદ, ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વળાવડ ગામ અને છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ચૂડેલ ગામ ખાતે સેન્ટર ઑફ એક્સેલન્સ સ્થાપવામાં આવશે; જે પ્રાકૃતિક ખેતીના મોડેલ કેમ્પસ તરીકે વિકસાવાશે...
➡️ રાજ્ય સરકારના આ નિર્ણયથી પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોને એક જ સ્થળે તાલીમ, ટેક્નોલોજી, માર્ગદર્શન તેમજ જરૂરી ખેતી સામગ્રી પણ મળી રહેશે...
#Naturalfarming #Agriculture @ADevvrat @InfoNavsariGoG @Info_Morbi_ @Info_Bhavnagar @infocugog



































