પાટણ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નોના સમયબદ્ધ નિરાકરણ માટે ચર્ચા કરાઈ
@CMOGuj @InfoGujarat @CollectorPatan @DDO_PATAN
90
Info Patan GoG retweeted
ફરજની સાથે ફિટનેસનો જંગ,
પોલીસ ખેલાડીઓનો વિજયી ઉમંગ!
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ‘3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27’ના બીજા દિવસે તા. 20 નવેમ્બર, 2026ના રોજ બેડમિન્ટન અને ટેબલ ટેનિસની વિવિધ કેટેગરીમાં રોમાંચક મુકાબલા યોજાયા; જેમાં બેડમિન્ટનની NGO મેન્સ ડબલ્સ ઓપન કેટેગરીમાં મધ્ય પ્રદેશના અભિષેક પૃથ્વીરાજ ચવાણ અને પુરિઘલ્લા શ્રી ચરણ દાસની જોડીએ રિષભ સિંહ અને શેખ ઝાકિરની જોડીને 15-7 અને 15-2ના સ્કોરથી હરાવી વિજય મેળવ્યો...
ટુર્નામેન્ટના ત્રીજા દિવસ આજે તા. 21 નવેમ્બરના રોજ બેડમિન્ટન અને ટેબલ ટેનિસની કુલ 310 મેચોનું આયોજન...
#ThirdAllIndiaPoliceBadmintonCluster2026 #VeerSavarkarSportsComplex
Info Patan GoG retweeted
ખેડા જિલ્લાના પ્રવાસના બીજા દિવસે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નડિયાદ તાલુકાના નરસંડા ગામે પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂત ઉમેશગીરી ગોસ્વામીના મોડેલ ફાર્મ ‘ગીરી ફાર્મ’ની મુલાકાત લીધી...
આ મુલાકાત દરમિયાન તેમણે ફાર્મમાં વિકસાવવામાં આવેલી વિવિધ ખેતી પદ્ધતિઓ, ફળો અને શાકભાજીના પાકનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી ઉપસ્થિત ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો; ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અને પંચસ્તરીય ખેતી પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો...
માન. રાજ્યપાલશ્રીએ બાગાયત વિભાગની સહાયથી નિર્મિત નેટહાઉસની મુલાકાત લઈને તેમાં ઉગાડવામાં આવતા કાકડી સહિતના વેલાવાળા પાકોનું નિરીક્ષણ કર્યું; તેમણે પાકની જાળવણી અને ઉત્પાદનની ગુણવત્તા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું...
#Kheda #Nadiad #GujaratInformation #Naturalfarming
Info Patan GoG retweeted
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તા. 21/11/2026ના રોજ દિલજીત દોસાંઝનો લાઈવ મ્યુઝિક કોન્સર્ટ યોજાનાર હોવાથી GMRC દ્વારા અમદાવાદ અને ગાંધીનગર બંને કોરિડોરમાં મેટ્રો ટ્રેન સેવાઓનો સમય રાત્રે 11.30 કલાક સુધી લંબાવવાનો નિર્ણય...
#GujaratMetroRailCorporationLimited #GMRC
Info Patan GoG retweeted
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ખેડા જિલ્લાની બે દિવસીય મુલાકાતે...
રાજ્યપાલશ્રીએ નડિયાદ તાલુકાના રાજનગર ગામે સામાન્ય પરિવારના ઘરે આત્મીયતાથી સવારનો સાત્વિક અલ્પાહાર ગ્રહણ કર્યો; તેમણે પરિવારના સભ્યોના ખબર-અંતર પૂછ્યા અને પરિજનો સાથે સહજતાથી વાતચીત કરી...
ત્યારબાદ રાજ્યપાલશ્રીએ રાજનગર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચોકમાં ગ્રામજનો સાથે સહજ સંવાદ સાધ્યો; આ પ્રસંગે તેમણે ગામના સર્વાંગી વિકાસ માટે શિક્ષણનો વ્યાપ વધારવા, વ્યસનમુક્ત જીવન અપનાવવા અને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને પ્રેરક માર્ગદર્શન આપ્યું...
#Kheda #Nadiad #GujaratInformation
Info Patan GoG retweeted
'તાના-રીરી મહોત્સવ’નો દ્વિતીય દિવસ...
ઐતિહાસિક નગર વડનગર ખાતે આયોજિત સુપ્રસિદ્ધ ‘તાના-રીરી મહોત્સવ’માં બીજા દિવસે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા; શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ સુશ્રી હેતલ મહેતા જોષી તેમજ સુશ્રી માલીની અવસ્થીને પ્રતિષ્ઠિત ‘તાના-રીરી એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો...
વડનગર સંગીત, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું વૈશ્વિક પ્રતીક છે : નાયબ મુખ્યમંત્રીશ્રી
તાના-રીરી મહોત્સવના બીજા દિવસે શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ કલાકારોની પ્રસ્તુતિએ વાતાવરણને સંગીતમય બનાવ્યું...
Info Patan GoG retweeted
વડનગરની પવિત્ર ધરા પર વિશ્વશાંતિ મહાયજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જગદગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા...
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જગદગુરુ શંકરાચાર્ય સ્વામીજી સાથે મંત્રોચ્ચારના પાવન વાતાવરણમાં જોડાઈને રાજ્ય અને રાષ્ટ્રની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી અને આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કર્યો...
નાયબ મુખ્યમંત્રીશ્રીએ વડનગરના અધિષ્ઠાયક દેવ ભગવાન હાટકેશ્વર મહાદેવના મંદિરે જઈને ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા; ઐતિહાસિક નગરીમાં આયોજિત આ આધ્યાત્મિક મહોત્સવથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું...
Info Patan GoG retweeted
આજનો શબ્દ
#wordoftheday #GujaratiWord
Info Patan GoG retweeted
આરોગ્ય સેવા અને ડિજિટલ રજિસ્ટ્રેશનમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલનો રાજ્યસ્તરે ડંકો...
આયુષ્માન ભારત યોજના (PMJAY-MA)માં મહત્તમ ક્લેઇમ સબમિશન બદલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ રાજ્યમાં પ્રથમ...
અમદાવાદ સિવિલ હોસ્પિટલને બે રાજ્યકક્ષાના એવોર્ડ; 'સ્કેન એન્ડ શેર' રજિસ્ટ્રેશનમાં બીજું સ્થાન..
ગુજરાત સરકારની સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા આયોજિત 'સ્ટેટ લેવલ એવોર્ડ સેરેમની એન્ડ બાયલેટરલ લર્નિંગ – AB PMJAY-MA & ABDM' કાર્યક્રમમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ બે મહત્વપૂર્ણ સિદ્ધિઓ બદલ સન્માનિત...
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા પાત્રતા ધરાવતા દર્દીઓને આરોગ્ય સેવાઓનો લાભ અપાવવા ક્લેઇમ સબમિશનની પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવવામાં આવી છે; સાથોસાથ, ABDM હેઠળ 'સ્કેન એન્ડ શેર' સુવિધાથી દર્દીઓનું ડિજિટલ રજિસ્ટ્રેશન સરળ અને ઝડપી બન્યું છે...
#Ahmedabadcivilhospital
Info Patan GoG retweeted
દર વર્ષે તા. 19 નવેમ્બરે ‘વિશ્વ શૌચાલય દિવસ’ ઉજવવામાં આવે છે, જેની આ વર્ષની થીમ “સુરક્ષિત શૌચાલયો, સમાન ભવિષ્ય” રાખવામાં આવી છે…
આ અવસરે ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા વિભાગ (DDWS) દ્વારા “સ્વચ્છ શૌચાલય–ગરિમામય ભવિષ્ય” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે; આ વિશેષ અભિયાન તા. 19 નવેમ્બરથી 10 ડિસેમ્બર, 2026 સુધી સમગ્ર ગુજરાતમાં યોજાશે…
#WorldToiletDay #SafeToiletsEqualFutures
Info Patan GoG retweeted
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ ખાતે આવેલી સ્માર્ટ સિટી લાયબ્રેરીની મુલાકાત લીધી; લાયબ્રેરીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમના અભ્યાસ અને તૈયારી અંગેની જાણકારી મેળવી...
આ દરમિયાન તેમણે લાયબ્રેરીમાં ઉપલબ્ધ વાંચન સુવિધાઓ, અભ્યાસ માટેની વ્યવસ્થાઓ તથા વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું...
યુવાનોમાં વાંચન સંસ્કૃતિ વધે તે માટે લાયબ્રેરીની ભૂમિકા મહત્વની : મુખ્યમંત્રીશ્રી
#GujaratCMinDahod
Info Patan GoG retweeted
ગુજરાતમાં હાઈવે પર મુસાફરી કરતાં ખાનગી વાહનચાલકો માટે મહત્વપૂર્ણ અપડેટ...
હવે ટોલ પ્લાઝા પર કેમેરા દ્વારા નંબર પ્લેટ સ્કેન કરીને ખાનગી વાહનોના દસ્તાવેજોની ઈ-ડિટેક્શન સિસ્ટમથી ચકાસણી થશે. દસ્તાવેજો અધૂરા કે અમાન્ય હશે તો નિયમ મુજબ ઈ-ચલણ આવી શકે છે...
1.PUC (Pollution Under Control): વાહનનું પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર માન્ય હોવું જોઈએ.
2.Insurance: વાહનનો વીમો ચાલુ અને માન્ય હોવો જોઈએ.
3.Registration: વાહનનું રજિસ્ટ્રેશન માન્ય હોવું જોઈએ.
Info Patan GoG retweeted
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિજાતિ દાહોદ જિલ્લાના ગરબાડાના ગામોના 72 કલાકના પ્રવાસના અંતિમ દિવસે ગુજરાત-મધ્યપ્રદેશ સરહદ પરના છેવાડાના ગામ ખંગેલામાં ગ્રામીણ મહિલાઓ-લોકો સાથે સંવાદ સાધ્યો...
આદિજાતિ કલ્યાણ યોજનાઓનો લાભ અને વિકાસ છેક છેવાડાના ગામો સુધી પહોંચ્યો છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
આ અવસરે પ્રગતિશીલ મહિલાઓએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ પોતાની આત્મનિર્ભરતાની વાતો રજૂ કરી; મુખ્યમંત્રીશ્રીએ સખી મંડળોના વિવિધ પ્રદર્શન સ્ટોલોની મુલાકાત પણ લીધી...
#GujaratCMinDahod
Info Patan GoG retweeted
સુરેન્દ્રનગરના ઢાંકી પંપિંગ સ્ટેશનની જળવ્યવસ્થા સૌરાષ્ટ્ર-કચ્છની જીવાદોરી બની...
દરરોજ 160 કરોડ લિટર નર્મદાનું પાણી પંપ કરીને GWILની સુદૃઢ જળવ્યવસ્થા દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છનાં 6,135 ગામો અને 90 શહેરો સુધી બારેમાસ પાણીપુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે...
#GujaratInformation @Info_SNagar_GoG
Info Patan GoG retweeted
ગુજરાતમાં જાહેર પરિવહન સેવાઓના ડિજિટલાઇઝેશનની દિશામાં આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ; સતત 7માં વર્ષે દેશભરની તમામ એસ.ટી. યુનિટ્સમાં સર્વોચ્ચ બુકિંગ અને આવકનો નવો રેકોર્ડ સર્જીને 'નંબર 1 એસ.ટી.યુ.' બનવાનું ગૌરવ મળ્યું…
#GSRTC
Info Patan GoG retweeted
પ્રધાનમંત્રીજી દ્વારા કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનો જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે, તેમ વડનગર સ્થિત હાટકેશ્વર મહાદેવ મંદિરને પણ ‘ગુજરાતની કાશી’ - ‘ગુજરાતના વારાણસી’ તરીકે વિકસાવવાની દિશામાં કાર્ય થવું જોઈએ : શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ પૂજ્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજી
Info Patan GoG retweeted
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના બાવકા ખાતે આવેલા સુપ્રસિદ્ધ અને પૌરાણિક શિવમંદિર ખાતે દર્શન-અર્ચન કરી મહાદેવના ચરણોમાં રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ જનકલ્યાણ માટે પ્રાર્થના કરી...
મુખ્યમંત્રીશ્રીએ આ પવિત્ર ધરોહરની મુલાકાત દરમિયાન મંદિરના ભવ્ય ઇતિહાસ અને કલાત્મક સ્થાપત્ય વિશે ઝીણવટભરી જાણકારી મેળવી...
#GujaratCMinDahod
Info Patan GoG retweeted
ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે મહિલાઓની સતત વધી રહેલી ભાગીદારી; સાણંદ GIDC ખાતે 'મહિલા ઔદ્યોગિક પાર્ક'માં 145 એકમો કાર્યરત, રોજગાર સર્જનને મળ્યો નવો વેગ...
#WomenEmpowerment #GIDC #WomenEntrepreneurs
#Sanand #Gujarat

















































