📰 વાપી સમાચાર વિશ્લેષણ | 📅 તારીખ: 22 નવેમ્બર, 2026
વાપી શહેરના વિકાસને નવી દિશા! 🚀
વાપી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસલક્ષી વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી છે.
💧 સરકારી ઇમારતોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપવાની મંજૂરી
🏙️ શહેરના વિકાસલક્ષી વિવિધ કામોને લીલી ઝંડી
🔥 ફાયર વિભાગના આધુનિકીકરણ સહિત મહત્વપૂર્ણ કામગીરીને પ્રાધાન્ય
વરસાદી પાણીનો સંગ્રહ, ભૂગર્ભ જળસ્તરમાં વધારો અને શહેરના સર્વાંગી વિકાસ તરફ વાપી મહાનગરપાલિકાનું મહત્વપૂર્ણ પગલું!
2
283
વાપી મહાનગરપાલિકા – વિકાસના નવા આયામ!
તા. ૨૧/૧૧/૨૦૨૬ના રોજ સ્થાયી સમિતિના અધ્યક્ષશ્રી સતીશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં માનનીય નાણાં અને શહેરી વિકાસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન અને દીર્ઘદ્રષ્ટિ હેઠળ વાપી શહેરના વિકાસ તથા નાગરિક સુવિધાઓને લગતા વિવિધ મહત્વપૂર્ણ કામોને મંજૂરી આપવામાં આવી.
🔹 'કેચ ધ રેઇન' પ્રોજેક્ટ અંતર્ગત સરકારી ઇમારતોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી.
🔹 મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન અંગે સંમતિ.
🔹 ફાયર વિભાગને ડાયલ-૧૧૨ પ્રોજેક્ટ સાથે જોડવા GPS અને MDT સિસ્ટમ સહિત આધુનિક સુવિધાઓ માટે મંજૂરી.
🔹 કરવડ સ્મશાનભૂમિ ખાતે શેડ બનાવવાની કામગીરીને મંજૂરી.
🔹 શહેરના વિકાસ અને જાહેર સુવિધાઓને લગતા અન્ય વિવિધ કામોને પણ મંજૂરી.
વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને નાગરિકોની સુખાકારીના સંકલ્પ સાથે વાપી મહાનગરપાલિકા સતત કાર્યરત છે.
વિકસિત વાપી – સુવિધાયુક્ત વાપી!
#VapiMunicipalCorporation #VapiDevelopment #CatchTheRain #Dial112 #RainWaterHarvesting #વાપીમહાનગરપાલિકા #વિકસિતવાપી
📰 સમાચાર વિશ્લેષણ | તા. ૨૧/૧૧/૨૦૨૬
વાપી શહેરને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને સુંદર બનાવવા વાપી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાના હેતુથી સમીક્ષા બેઠક યોજાઈ.
બેઠકમાં શહેરની સફાઈ વ્યવસ્થા, કચરાના નિકાલ, સ્વચ્છતાની ફરિયાદો, જાહેર સ્થળોની સફાઈ તથા નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. સાથે જ સફાઈ કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી જરૂરી સુધારાઓ અને અસરકારક આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવા મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
🌿 સ્વચ્છ વાપી – સુંદર વાપી
#VapiMunicipalCorporation #CleanVapi #SwachhVapi #NewsAnalysis #Vapi #સ્વચ્છવાપી #વાપીમહાનગરપાલિકા
5
394
🧹 વાપી શહેરની સ્વચ્છતા અને સફાઈ કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ
આજરોજ વાપી મહાનગરપાલિકા ખાતે ડેપ્યુટી મેયર શ્રી મિતેશભાઈ દેસાઈ, સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી સતીશભાઈ પટેલ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી વિશાલ પટેલની ઉપસ્થિતિમાં વાપી શહેરની સફાઈ કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન તમામ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી તેમના સંબંધિત વોર્ડમાં ચાલી રહેલી સફાઈ કામગીરીનો વિગતવાર ચિતાર મેળવવામાં આવ્યો હતો. તેમજ શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યાં હતાં.
સફાઈની કામગીરીને માત્ર ફરજ નહીં, પરંતુ એક ઉત્સવ અને જનભાગીદારીના અભિયાન તરીકે સ્વીકારી, દરેક વોર્ડમાં નિયમિત, સુવ્યવસ્થિત અને ગુણવત્તાસભર સફાઈ થાય તે માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
ચાલો, સૌ સાથે મળીને સ્વચ્છ, સુંદર અને વિકસિત વાપી બનાવવાના સંકલ્પને સાકાર કરીએ.
સ્વચ્છ વાપી – સુંદર વાપી
વાપી મહાનગરપાલિકા
3
248
📰 સમાચાર વિશ્લેષણ | તા. ૨૦/૧૧/૨૦૨૬
વાપી મહાનગરપાલિકાની સાપ્તાહિક સમીક્ષા બેઠક યોજાઈ
વાપી મહાનગરપાલિકા ખાતે માન. મ્યુનિસિપલ કમિશનર શ્રી એન. કે. ચૌધરી (IAS) ના અધ્યક્ષસ્થાને સાપ્તાહિક સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવી રહેલા વિકાસલક્ષી કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. વિકાસકાર્યોની પ્રગતિ, કામગીરીની ગુણવત્તા અને નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત, સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી વિકાસકાર્યો સમયસર પૂર્ણ થાય અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી રહે.
#સમાચારવિશ્લેષણ #VapiNews #VapiMahanagarpalika #Vapi #UrbanDevelopment
3
303
વાપી મહાનગરપાલિકા ખાતે સાપ્તાહિક સમીક્ષા બેઠક યોજાઈ
આજ રોજ તા. 19/11/2026 ના રોજ વાપી મહાનગરપાલિકા કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનરશ્રી એન. એફ. ચૌધરી (IAS)ના અધ્યક્ષસ્થાને સાપ્તાહિક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉક્ત બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ શ્રી કિરણસિંહ રાણા તથા શ્રી વિશાલ પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રગતિ હેઠળનાં વિવિધ વિકાસલક્ષી કામોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિકાસકાર્યોની પ્રગતિ, કામગીરીની ગુણવત્તા તથા સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી તથા વિકાસકાર્યોને સુચારુ અને સમયસર પૂર્ણ કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા જણાવવામાં આવ્યું હતું.
4
360
📰 સમાચાર વિશ્લેષણ | તા. ૧૯/૧૧/૨૦૨૬
વાપીના વિકાસને મળશે નવી દિશા!
વાપી મહાનગરપાલિકાના નવા ડેવલપમેન્ટ પ્લાન (DP)માં ૧૨ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ ભવિષ્યમાં વધુ ૭ ગામોનો સમાવેશ થવાના સંકેતો મળી રહ્યા છે.
નવા DP અંતર્ગત ૩૬ મીટરના રસ્તા, ગ્રીન ઝોન, ફોરેસ્ટ ઝોન, ઔદ્યોગિક ઝોન અને રહેણાંક વિસ્તારોના આયોજનથી વાપીના સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ વિકાસને નવી ગતિ મળશે. 🏙️
વિકસિત વાપી – સુવ્યવસ્થિત વાપી!
#VapiMunicipalCorporation #VapiDevelopment #DevelopmentPlan #Vapi #UrbanDevelopment #વાપીમહાનગરપાલિકા
2
306
📰 સમાચાર વિશ્લેષણ | તા. ૧૬/૧૧/૨૦૨૬
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત વાપી મહાનગરપાલિકા દ્વારા નામધા રોડ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.
માનનીય મેયરશ્રી દક્ષાબેન પટેલના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા આદિવાસી સમાજની સમૃદ્ધ પરંપરા, સંસ્કૃતિ અને ગૌરવશાળી વારસાને નમન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમને વિવિધ અખબારોમાં મળેલી પ્રસિદ્ધિ બદલ હર્ષની લાગણી.
વાપી મહાનગરપાલિકા — વિકાસની દિશામાં સતત કાર્યરત, જનસેવા માટે પ્રતિબદ્ધ. 🇮🇳
#VapiMahanagarpalika #BirsaMunda #JanjatiyaGauravDivas #Vapi #NewsCoverage #TribalPride #JanSeva #Vikas
3
233
🚩 ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી🌿
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે વાપી મહાનગરપાલિકા દ્વારા જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે વાપીના નામધા રોડ ખાતે સ્થાપિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ વાપી મહાનગરપાલિકાનાં મેયરશ્રીમતી દક્ષાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતાં પરંપરાગત તુર વાદ્યોના નાદ સાથે ઘોર નૃત્ય, રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ-બહેનો તથા નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આ ઉપરાંત, સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા અને રાજ્યકક્ષાની રમતગમત સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે મેયર શ્રીમતી દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયરશ્રી મિતેશભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી સતિષભાઈ પટેલ, સાંસ્કૃતિક સમિતિના ચેરમેનશ્રીમતી ટીનાબેન હળપતિ, વાપી શહેર ભાજપ પ્રમુખશ્રી મનીષભાઈ દેસાઈ, મ્યુનિસિપલ કમિશનરશ્રી એન. એફ. ચૌધરી (IAS), પદાધિકારીઓ, કાઉન્સિલરશ્રીઓ, વાપી મનપાના અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓ, આદિવાસી સમાજના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહેલ.
#JanjatiyaGauravDiwas
4
182
🌿 ભગવાન બિરસા મુંડા જીની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની હાર્દિક ઉજવણી🌿
આપ સૌને આ પાવન અવસરે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જનજાતીય સંસ્કૃતિ, ગૌરવ અને મહાન પરંપરાને વંદન કરવા હાર્દિક આમંત્રણ છે. 🙏
📅 તારીખ: 15 નવેમ્બર, 2026 (રવિવાર)
⏰ સમય: સવારે 10:00 કલાકે
📍 સ્થળ: ભગવાન બિરસા મુંડા સર્કલ, નામધા ગેટ પાસે, રીંગ રોડ, વાપી.
આવો, સૌ સાથે મળીને જનજાતીય ગૌરવ અને એકતાના આ પર્વની ઉજવણી કરીએ.
#જનજાતીયગૌરવદિવસ #BirsaMundaJayanti #TribalPrideDay #Vapi #AdivasiPride #ભગવાનબિરસામુંડા 🙏
3
215
આદિવાસી સમાજના ગૌરવ અને મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે વાપી મહાનગરપાલિકા દ્વારા યોજાનાર વિવિધ કાર્યક્રમોની વિગતો જનસમક્ષ રજૂ કરવા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રેસ કોન્ફરન્સમાં વાપી મહાનગરપાલિકાનાં મેયરશ્રી દક્ષાબેન પટેલ તથા મનપા કમિશનરશ્રી એન. એફ. ચૌધરી (IAS)ની અધ્યક્ષતામાં કાર્યક્રમોની રૂપરેખા અને વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
ભગવાન બિરસા મુંડાજીના આદર્શો, સંઘર્ષ અને સમાજસેવાના સંકલ્પને જનજન સુધી પહોંચાડવા વાપી મહાનગરપાલિકા કટિબદ્ધ છે.
જનજાતીય ગૌરવ, સંસ્કૃતિનું જતન અને સર્વાંગી વિકાસનો સંકલ્પ!
#BirsaMunda151
#જનજાતીયગૌરવદિવસ #VapiMunicipalCorporation #વાપીમહાનગરપાલિકા #BirsaMundaJayanti
2
298
🎉 નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ! 🎉
આ નવું વર્ષ આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને નવી આશાઓનો સંચાર કરે તથા આપના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય તેવી હાર્દિક શુભેચ્છાઓ.
સાલ મુબારક! 💐
2
143
🪔 દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ! 🪔
પ્રકાશના પર્વ દિવાળીના આ શુભ અવસરે વાપી મહાનગરપાલિકા તરફથી વાપી શહેરના તમામ નગરજનોને હાર્દિક શુભેચ્છાઓ.
આ દિવાળી આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને નવી આશાઓનો પ્રકાશ પાથરે તથા દરેક પરિવારનું જીવન આનંદ અને ઉલ્લાસથી ઝળહળી ઊઠે તેવી હાર્દિક મંગલકામનાઓ.
જવાબદારીપૂર્વક દિવાળીની ઉજવણી કરીએ! 🪔
ચાલો, સ્વચ્છ, સુંદર, સુરક્ષિત અને પ્રદૂષણમુક્ત વાપીના નિર્માણમાં સહભાગી બનીએ અને હરિયાળી દિવાળીની ઉજવણી કરીએ.
આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ! 🪔✨
📰 સમાચાર વિશ્લેષણ | તા. ૦૭/૧૧/૨૦૨૬
🛍️ વાપીના સ્વદેશી મેળાને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ! 🇮🇳
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સ્વદેશી મેળામાં વધુ મોટી સંખ્યામાં નાગરિકોની ભીડ ઉમટી. સ્થાનિક કારીગરો, મહિલા સ્વસહાય જૂથો અને વેપારીઓના સ્વદેશી ઉત્પાદનોને નાગરિકો તરફથી ઉત્સાહભેર આવકાર મળ્યો છે.
ખરીદી, મનોરંજન અને સ્વદેશી ઉત્પાદનોના સંગમ સમાન આ મેળો વાપીવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
વોકલ ફોર લોકલ – આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત કદમ! 🇮🇳✨
#SwadeshiMela2026 #VapiMunicipalCorporation #VocalForLocal #AtmanirbharBharat #વાપીમહાનગરપાલિકા
3
205
📰 સમાચાર વિશ્લેષણ | તા. ૦૭/૧૧/૨૦૨૬
🏙️ વાપીના સુઆયોજિત વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું!
વાપી મહાનગરપાલિકા દ્વારા વાપીના સમાવિષ્ટ ૧૧ ગામોના વિકાસ નકશાને ગુજરાત સરકારના ગેઝેટમાં મંજૂરી મળતા વિકાસની નવી દિશા ખુલશે.
આ નિર્ણયથી શહેરના આયોજનબદ્ધ વિકાસ, માળખાકીય સુવિધાઓ અને ભવિષ્યના બાંધકામોને વેગ મળશે.
સુઆયોજિત વિકાસ, સમૃદ્ધ વાપી – વિકસિત વાપી!🌱
#VapiMunicipalCorporation #VapiDevelopment #UrbanDevelopment #વિકસિતવાપી #વાપીમહાનગરપાલિકા
1
3
427
🎶🎤 સ્વદેશી મેળો – ૨૦૨૬માં સંગીતની સુરાવલી! 🇮🇳✨
વાપી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળા – ૨૦૨૬માં રોશન સિંઘના લાઈવ મ્યુઝિકલ પરફોર્મન્સ સાથે સંગીત અને મનોરંજનની એક યાદગાર સાંજ માણવા તૈયાર થઈ જાઓ! 🎵
📅 તારીખ: ૦૫ નવેમ્બર, ૨૦૨૬
⏰ સમય: સાંજે ૬:૩૦ વાગ્યાથી
📍 સ્થળ: અજીતનગર, ચલા, વાપી
આવો, પરિવાર અને મિત્રો સાથે સંગીતમય સાંજનો આનંદ માણીએ! ❤️
#SwadeshiMela2026 #VapiMunicipalCorporation #RoshanSingh #LiveMusic #VocalForLocal #Vapi #LocalForVocal
1
194
🎶✨ સ્વદેશી મેળો – ૨૦૨૬માં સંગીતમય સાંજ! 🇮🇳🎤
વાપી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળા – ૨૦૨૬માં રેણુકાબેન ટંડેલના મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા ગ્રુપ દ્વારા સંગીતમય પ્રસ્તુતિ! 🎵
📅 તારીખ: ૦૪ નવેમ્બર, ૨૦૨૬
⏰ સમય: સાંજે ૬:૩૦ વાગ્યાથી
📍 સ્થળ: અજીતનગર, ચલા, વાપી
🎉 આવો, સંગીત, સ્વદેશી સંસ્કૃતિ અને મનોરંજનથી ભરપૂર આ સાંજનો આનંદ માણીએ!
#SwadeshiMela2026 #VapiMunicipalCorporation #VocalForLocal #RenukabenTandel #MusicalEvening #Vapi
સ્વદેશી મેળો – મુલાકાતીઓનો ઉત્સાહભેર પ્રતિસાદ! 🇮🇳
સ્વદેશી ઉત્પાદનોની ખરીદી સાથે સ્થાનિક કારીગરો અને મહિલા ઉદ્યોગસાહસિકોને મળી રહ્યું છે પ્રોત્સાહન. 🛍️✨
આવો, ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાકાર કરી આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવીએ! 🙌
📍 અજીતનગર પ્લે ગ્રાઉન્ડ, ચલા, વાપી
📅 ૨૮ ઓક્ટોબરથી ૬ નવેમ્બર, ૨૦૨૬
⏰ સમય: સવારે ૧૧:૦૦ થી રાત્રે ૧૧:૦૦ કલાક સુધી
#SwadeshiMela2026 #VocalForLocal #આત્મનિર્ભરભારત #Vapi #VapiMunicipalCorporation
3
244
🌿 સ્વદેશી મેળો – ૨૦૨૬ | સ્ટોલ ધારકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ! 🛍️✨
વાપી મહાનગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત સ્વદેશી મેળો સ્થાનિક કારીગરો, મહિલા સ્વસહાય જૂથો અને નાના ઉદ્યોગો માટે નવી તકોનું મંચ બની રહ્યો છે. 🙌
સ્ટોલ ધારકોએ મેળાના આયોજન અને પોતાના ઉત્પાદનોના પ્રદર્શન તથા વેચાણ માટે મળેલી તક અંગે ખુશી વ્યક્ત કરી. 🇮🇳
🤝વોકલ ફોર લોકલ – સ્વદેશી અપનાવો, આત્મનિર્ભર ભારત બનાવો!
📍 અજીતનગર પ્લે ગ્રાઉન્ડ, ચલા, વાપી
📅 ૨૮ ઓક્ટોબરથી ૬ નવેમ્બર, ૨૦૨૬
⏰ સમય: સવારે ૧૧:૦૦ થી રાત્રે ૧૧:૦૦ કલાક સુધી
#SwadeshiMela2026 #VapiMunicipalCorporation #VocalForLocal #આત્મનિર્ભરભારત
1
118




























